લાઠી-તલવાર દાવ


લાઠીદાવ
લાઠીદાવ

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાઠી અને તલવાર ફેરવવાની કળા પ્રત્યે ઘણું સન્માન દર્શાવવામાં આવે છે. આ કલાનાં ઉસ્તાદો એક કે બન્ને હાથમાં લાઠી કે તલવાર રાખી અને તેને જે કૌશલ્યપૂર્ણ રીતે ઘુમાવતા હોય છે તે દૃષ્ય જોવા લાયક હોય છે. કહે છે કે ઉસ્તાદ લાઠી ફેરવનારની ફરતી લાઠી સોંસરવો કરાતો પથ્થરનો ઘા પણ પાછો પડે છે. જો કે હાલમાં એક કલા ગણાતું આ કૌશલ્ય જુના સમયમાં જરૂરી યુધ્ધકૌશલ્ય માનવામાં આવતું, અને લગભગ તમામ લડાયક કોમોનાં યોધ્ધાઓએ આમાં પણ માહેર થવું જરૂરી ગણાતું. અહીં એક મહેર બાળક નાની ઉંમરથીજ આ કલા કૌશલ્યમાં પ્રવિણતા દર્શાવે છે. આ કલાનાં વધુ ચિત્રો અને જાણકારી આપને અહીં જોવા મળશે….

(ફોટો:રામભાઇ-મહેર એકતા)

4 Responses

  1. વાહ! વાહ! જનની જણતો ભગત જણજે, કાં શુરવીર અને કાં દાતાર, નહીતર રહેજે વાંજણી તારૂ મત ગુમાવીશ નુર…. આ પંક્તિમાં શુરવીરોની વાતને બિરદાવી છે કે, શુરવીર હોવુ તેનું મહત્વ કેટલુ હશે તે ઉપરની પંક્તિમાં જોઈ શકાય છે. આપણા ક્ષત્રિયોનાં ઈતિહાસનાં પાનાઓ તમે ઉથલાવ્યા છે એટલે મને યાદ આવે છે કે, પહેલાનાં સમયમાં આપણી પહેચાન પહેરવેશ,લાઠી-તલવાર,સાફો જેવી વસ્તુઓ હતી અને તમે જે આ લાઠી દાવનો ફોટો મુક્યો છે. તેવીજ રીતે અમારે અહીં લગ્નમાં વરરાજાનાં ફુલેકામાં એટલેકે વરઘોડામાં અમે તલવાર ફેરવવાનો(સમેળવાનો) રીવાજ છે. જે સમય મળે ત્યારે ફલીકર ઉપર આવા ફોટાઓ મારી પાસે છે તે ચડાવીશ.. મારી પાસે તેની કેસેટો પણ છે. ચાલો તો આપણી શૌર્ય અને સંસ્કૃતિને બિરદાવતા રહેજો આભાર…જય માતાજી….

  2. આભાર જીતેન્દ્રસિંહજી.
    આપનાં ફોટાઓની અમે રાહ જોઇશું.

  3. mari pasay ladhi talvar na phota che. to aa website per upload karso please

    -Khodal

Leave a comment